ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ચક્કર આવતા ટ્રક ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં ચક્કર આવતા ટ્રક ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ પ્રિન્સ સિરામિક કારખાનામાં ગાડીમાં માલ ભરવાની કામગીરી દરમિયાન ચક્કર આવતા યુવાન નીચે પડી ગયો હતો અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા રોહિતભાઈ લાલજીભાઈ પીસડીયા (૩૦) નામનો યુવાન વાંકાનેરના જાલી રોડ ઉપર આવેલ પ્રીન્સ સિરામિક કારખાનામાં ટ્રકમાં માલ ભરવાની કામગીરી ચાલુ હતી દરમિયાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરો તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ વનરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીના વિસ્તારમાં આવેલ રમેશ મિલ પાસે મફતિયાપરામાં રહેતો ભટ્ટી આફ્રિદીન તાજમામદ (૨૨) નામનો યુવાન બાઈક લઈને મદીના સોસાયટી પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખેસડાયો હતો અને સારવાર આપીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News