મોરબીના ભડીયાદ ગામ પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
SHARE









મોરબીના ભડીયાદ ગામ પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
મોરબીના ભડીયાદ ગામની સીમમાં નદીના કાંઠે મંદિરની બાજુમાંથી પસાર થયેલા શખ્સને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ નદી કાંઠે રામદેવપીરના મંદિર બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી મઝલોડ બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરેલ છે અને આરોપી ચકુભાઈ મનસુખભાઈ સેલાણીયા જાતે કોળી (૩૫) રહે. ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે વિદ્યાનગર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે પોતાની પાસે શા માટે રાખતો હતો અને કયાંથી લાવ્યો હતો તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે
વૃદ્ધા સારવારમાં
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રસિકભાઈ નાથાભાઈની વાડીએ રહેતા કુંવરબેન ભુપતભાઈ લોલાડીયા (૮૬) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને સોલડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે રસ્તામાં બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને તેઓને પગમાં ફ્રેક્ચર થતા તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવની જાણ ધાંગધ્રા પોલીસને કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે
