ચૂંટણી સમયે જ મોરબીના સામાકાંઠે સોઓરડી તેમજ અન્ય છેવડાના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નો શાસકોને મુશ્કેલીમાં મૂકે તો નવાઈ નહીં
SHARE









ચૂંટણી સમયે જ મોરબીના સામાકાંઠે સોઓરડી તેમજ અન્ય છેવડાના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નો શાસકોને મુશ્કેલીમાં મૂકે તો નવાઈ નહીં
મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તાર વોર્ડ નંબર-૪ માં ત્રણ-ચાર દિવસથી સ્ટ્રીટ લાઇટના થાંભલાની અનેક લાઈટો બંધ છે.સંલગ્ન તંત્ર તેમજ અધિકારીઓ ચુંટણીના કામમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે.ત્રણ-ચાર દિવસથી સોઓરડી વિસ્તારની અંદર તમામ શેરીઓની થાભલાની લાઇટો બધં છે.એકબાજુ સાંસદની ચુટણી આવી રહી છે.ત્યારે બીજી બાજુ નગર પાલીકાની બેદરકારી સામે આવી રહી છે.જુલતા પુલ દુર્ઘટના બાદ નગરપાલીકા સુપરસીડ થઇ બાદ હાલમાં અધીકારી સાશન હોય શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ જોવા મળે છે.શહેરના છેવાડાના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો છે.તે રીતે જ શહેરના મુખ્ય વિસ્તારોમાં અને સોસાયટી વિસ્તારોમાં પણ ઉભરાતી ગટરની પણ વારંવાર ફરિયાદ-પ્રશ્નો સાંભળવા મળે છે.આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે નગરપાલિકાની આ બેદરકારી શાસક પક્ષને ભારે પડે તો નવાઈ નહીં.કારણ કે આ નજીવી બાબતો કે જે રોજિંદી સાફ-સફાઈની, ગટર સફાઈની, સ્ટ્રીટ લાઇટની જે બાબતો છે તેના માટે અનેક લેખિત-મૌખિક ફરિયાદો કરવા છતાં પણ યોગ્ય પરિણામ આવતું નથી તેવી લોકોમાંથી ઉઠી રહી છે
