મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન
હળવદ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની હળમતીયાથી ધરપકડ
SHARE








હળવદ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની હળમતીયાથી ધરપકડ
હળવદ તાલુકાનાં રાતાભેર ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફેબ્રુઆરી મહિનામાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોધાયેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ગુનામાં આરોપી જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશીંગભાઈ કેરવાડીયા જાતે કોળી (૨૩) રહે. રાતાભેર તાલુકો હળવદ વાળાની ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે હળમતીયા ગામની સીમમાંથી હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે ધરપકડ કરેલ છે
