મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવા અને આરોગ્ય જાગૃતિના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મોરબીમાં સ્વ. રમેશભાઈ રંગપડીયાના સ્મરણાર્થે યોજાયેલ આરોગ્ય કેમ્પનો જરૂરિયાતમંદ અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવાનો રહ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દર્દીઓને તેમના રોગ અંગે યોગ્ય સલાહ આપી આગળની સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. ભૌમિક સરડવા, ડો. મેહુલ પનારા, ડો. ધીરેન પટેલ, ડો. અક્ષય જાકાસણીયા, ડો. ઉમેશ ગોધવીયા, ડો. ભાવેશ શેરસીયા, ડો. નિશિથ દઢાણીયા, ડો. વિમલ દેત્રોજા તથા ડો. યશ કડિવાર એ નિઃસ્વાર્થ સેવા આપી હતી. આ ઉપરાંત ડો. પટેલ પેથોલોજી લેબ. દ્વારા મફત બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિદાન સાથે આરોગ્ય સલાહ, તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવતા લોકોમાં વિશેષ સંતોષની લાગણી જોવા મળી હતી. આ સેવા કાર્ય દ્વારા સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના સ્મરણને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી 




Latest News