મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કુલ મોરબીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન દ્વારા માતૃભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક તરીકેની ભૂમિકા ડૉ. અતુલ કે. ધ્રુવએ ભજવી હતી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાંનો ઓડિયો પણ સુજ્ઞ શ્રોતાજનોને સંભળાવેલ હતો. કાર્યક્રમમાં રાજકોટથી કવિ રાકેશ હાંસલીયા તથા દિનેશ કાનાણી અને મોરબીના ડૉ. રામ વારોતરીયા ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રણેય કવિઓ દ્વારા સ્વરચિત ઉત્તમ ગઝલો, કાવ્યોનું પઠન  કરવામાં આવ્યું હતું. અને કવિઓની ગઝલ સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતાં. કાર્યક્રમની પૂર્ણાહુતિ  પ્રા. કે.આર. દંગીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.




Latest News