મોરબીના જેતપર ગામે ૬૬ KV માં ફરજ બજાવતા બી.આર. પંડ્યાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન
SHARE









મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન
મોરબી નજીકના મચ્છુ-૩ ડેમને રીપેર કરવા માટે નદીમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને આ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરો ફરી વળતાં અગરિયા પરિવારોને નુકશાન થયેલ છે જેના માટે અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવેલ છે અને ડિઝાસ્ટર અંતર્ગત અધિકારીની સામે પગલાં લેવાની માંગ કરેલ છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં અગરિયા હિત રક્ષક મંચના આગેવાનોએ જણાવ્યુ છે કે, માળીયા (મી)ના ગુલાબડી વાંઢ, આંકડિયા સહિતના ગામોમાં મચ્છુ નદીનું પાણી ફરી વળ્યું છે જેથી કરીને મીઠાના પાણી અગરમાં આવી ગયેલ છે જેથી કરીને અગરિયા પરિવારોને નુકશાન થયું છે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીની સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે
