મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પ સંપન્ન: નિષ્ણાતો દ્વારા યોગ અને આહારના માધ્યમથી સ્વાસ્થ્ય રક્ષાનું અપાયું માર્ગદર્શન


SHARE





મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પ સંપન્ન: નિષ્ણાતો દ્વારા યોગ અને આહારના માધ્યમથી સ્વાસ્થ્ય રક્ષાનું અપાયું માર્ગદર્શન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી મોરબીમાં ભવ્ય મેદસ્વિતા મુક્તિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સનાળા રોડ પર સ્થિત આદર્શ શાળા ખાતે આયોજિત આ કેમ્પમાં શહેરના અનેક જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે સંપન્ન થયો હતો.

કેમ્પ દરમિયાન યોગ-ટ્રેનર કાજલબેન આદ્રોજા અને ઈન્દિરાબેન ફળદુએ સાધકોને મેદસ્વિતા ઘટાડવા માટેના વિશેષ આસનો, પ્રાણાયામ અને શારીરિક વ્યાયામનું સઘન પ્રશિક્ષણ આપ્યું હતું. આ કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે હરિદ્વારથી પધારેલા સ્વામી વિજય દેવજીએ એક્યુપ્રેશર અને યોગ ચિકિત્સા પર ખાસ સત્ર લીધું હતું, જેમાં તેમણે વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટેની સચોટ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. સ્વાસ્થ્ય જાગૃતિના આ અભિયાનમાં લાયન્સ ક્લબ-મોરબીના સહયોગથી 'હેલ્ધી ડાયટ ફૂડ કુકિંગ' સ્પર્ધાના સુંદર આયોજન થકી પૌષ્ટિક અને સંતુલિત આહારના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કેમ્પમાં આધુનિક સમયમાં બદલાતી જીવનશૈલી વચ્ચે યોગ અને યોગ્ય આહાર પદ્ધતિને જીવનનો હિસ્સો બનાવી જ મેદસ્વિતા જેવી સમસ્યાઓથી મુક્ત બનવા અનુરોધ કરાયો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા સાધકોએ ભવિષ્યમાં પણ યોગ સાથે જોડાયેલા રહેવાનો નિર્ધાર કર્યો હતો.




Latest News