મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં બોગસ આંબો કાઢી આપવા તલાટી મંત્રીએ લાખો રૂપિયા લીધા હોવાનો ધડાકો: મોટા મગરમચ્છોનું મુશકેલી વધે તેવા સંકેત


SHARE





મોરબીના 602 જમીન કૌભાંડમાં બોગસ આંબો કાઢી આપવા તલાટી મંત્રીએ લાખો રૂપિયા લીધા હોવાનો ધડાકો: મોટા મગરમચ્છોનું મુશકેલી વધે તેવા સંકેત

મોરબીના વજેપરની કરોડો રૂપિયાની જમીન ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને પચાવી લેવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતુ જો કે, જમીનના મૂળ માલિકના દીકરાએ કરેલી ફરિયાદ પછી આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને આપવામાં આવેલ છે અને આ ગુનામાં છેલ્લે તપાસનીસ અધિકારી દ્વારા તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર ખોટી બનેલ દીકરીના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી જે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ બોગસ વરસાઈ આંબો કાઢી આપવા માટે તલાટીએ 5 લાખ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે જો કે, રૂપિયા કોને આપ્યા હતા અને કોના કહેવાથી આપ્યા હતા તે સહિતની દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.

મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 ની કરોડ રૂપિયાની કિંમતી જમીન બેચરભાઈ ડુંગરભાઇ નકુમના નામે રેવન્યુ રેકર્ડમાં છે અને તેઓનું 1999 માં અવસાન થયેલ છે જોકે આજની તારીખે આ જમીનનો કબજો તેમના દિકરા ભીમજીભાઇ બેચરભાઇ નકુમ સહિતના પરિવારજનો પાસે છે તેમ છતાં પણ કરોડો રૂપિયાની જમીનને પચાવી પાડવા માટે બોગસ સરકારી રેકર્ડ ઊભું કરવામાં આવ્યું હતું અને તેના આધારે જે મહિલાને આ જમીન સાથે કોઈ લેવા દેવા જ ન હતા તેવા શાંતાબેન પરમાર નામની મહિલાને જમીન માલિકની દીકરી તરીકે બોગસ વરસાઈ આંબો મેળવીને તેના આધારે રેવન્યુ રેકર્ડમાં નામ ચડાવવામાં આવ્યું હતું.

જો કે, મૂળ માલિકના દીકરાએ ઉચ્ચકક્ષા સુધી કરેલી રજૂઆતો બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન પરમાર અને સાગર ફૂલતરિયા સામે નામ જોગ ફરિયાદ લેવામાં આવી હતી જો કે, ફરિયાદ લેવામાં આવી તેની સામે જ ફરિયાદીને વાંધો હતો જેથી ફરિયાદ બાદ તેઓએ 17 લોકોના નામ જોગ વિશેષ નિવેદન આપ્યું હતું અને તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમની ટિમ કરી રહી છે અને અગાઉ આ ગુનામાં બે મહિલા સહિત કુલ 6 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને જો કે, છેલ્લે તપાસનીસ અધિકારી ડીવાયએસપી વનરાજસિંહ વાળા અને તેની ટીમ દ્વારા આરોપી સામતભાઈ મનજીભાઇ પરમાર (58) રહે. સી-15 લાભનગર ધરમપુર રોડ મોરબી અને તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરભાઇ જાડેજા (36) રહે. એચ-14 સરિતા વિહાર સોસાયટી એજી ચોક પાસે કાલાવડ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડની માંગણી સાથે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા જે પૂરા થતાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

વધુમાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી વનરાજસિંહ વાળા પાસેથી મળેલી માહિતી મુજબ જમીન કૌભાડની શરૂઆત બોગસ વરસાઈ આંબાથી કરવામાં આવેલ છે અને આ બોગસ વરસાઈ આંબો હાલમાં પકડાયેલા તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરભાઇ જાડેજાએ કાઢી આપેલ હતો અને તેણે આ બોગસ વરસાઈ આંબો કાઢી આપવા માટે રૂપિયા 5 લાખ લીધેલ હોવાનું સામે આવ્યું છે જો કે, આ રૂપિયા તેને કોણે આપ્યા હતા ? અને કોના કહેવાથી આપેલ હતા ? તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં આ ચર્ચાસ્પદ ગુનામાં હવે કોણ આરોપી બનશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, જો તલાટી મંત્રીએ બોગસ વરસાઈ આંબો કાઢી આપવા માટે લાખો રૂપિયા લીધા હોય તો મોટા મગર મચ્છોએ કેટલા રૂપિયા લીધા હતા અને કોની પાસેથી લીધા હતા તે દિશામાં પણ હવે તપાસના ઘોડા દોડે તેવા સંકેત મળી રહ્યા છે.




Latest News