વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડીએ ટ્રક ટેલરના ચાલકે કચડી નાખતા વૃદ્ધાનું મોત


SHARE

હળવદની સરા ચોકડીએ ટ્રક ટેલરના ચાલકે કચડી નાખતા વૃદ્ધાનું મોત

હળવદની સરા ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લીધા હતા અને ટ્રકના તોતિગ વ્હીલ નીચે આવી જતાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રાયસંગપર વેલાળા ગામના રહેવાસી વાલાભાઈ સવજીભાઈ જખાણીયા જાતે દેવીપુજક (૬૦) નામના વૃદ્ધે ટ્રક ટેલર નંબર જીજે ૧૪ ઝેડ ૦૬૪૦ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે હળવદની સરા ચોકડી પાસેથી તેઓ તેના પત્ની સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન વાલાભાઈ ડિવાઈડર પાસે હતા અને તેના પત્ની રોડ ક્રોસ કરવા માટે આગળ જતા ટ્રક ટેલરના ચાલકે તેઓને હડફેટ લીધા હતા જેથી કરીને ફરિયાદીના પત્ની ગુલાબબેન વાલાભાઈ જખાણીયા (૬૦) રહે. રાયસંગપર વેલાળા વાળાને ડાબા હાથ અને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધાના પતિ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર આવેલ ગણેશ મિનરલમાં સાયકલ ઉપર મિત્ર સાથે રમતા રમતા પડી જવાના કારણે મિરલ મહેશભાઈ ઠાકોર (૧૪) રહે. વેલનાથનગર પાટડી વાળીને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તે બાળકીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે
Latest News