મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દંપતીના આપઘાતના બનાવમાં રાજકોટના બે વ્યાજખોરની સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના છતર ગામે દંપતીના આપઘાતના બનાવમાં રાજકોટના બે વ્યાજખોરની સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના છતર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા પીને દંપતીએ આપઘાત કર્યો હતો અને વ્યાજખોરના ત્રાસના કારણે આ દંપત્તિએ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી જે તે સમયે મૃતકના પોલીસ બેડામાં ફરજ બજાવતા દીકરાએ પોલીસને આપી હતી ત્યાર બાદ હાલમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટમાં રહેતા બે વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના હડાળા તાલુકાના મૂળ રહેવાસી અને હાલમાં રાજકોટમાં આવેલ ભક્તિસાનિધ્ય ૮૦ ફૂટ રીંગ રોડ મટુકી રેસ્ટોરન્ટ ફ્લેટ નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ નિલેશભાઈ ખુંટ જાતે પટેલ (૨૫)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ રાવતભાઈ મારું જાતે આહિર અને દિવ્યેશભાઈ આહીર માધવ ઇલેક્ટ્રોનિક્સ રહે. બંને રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ ગેરકાયદેસર નાણા વ્યાજે આપતા હતા અને ફરિયાદીના પિતા નિલેશભાઈ ખૂટને ધંધા અર્થે રૂપિયાની જરૂર પડતા તેણે અશ્વિનભાઈ પાસેથી ચાર લાખ રૂપિયા તેમજ દિવ્યેશભાઈ પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા ૩ ટકાના વ્યાજ લેખે લીધેલા હતા અને આરોપીઓ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળીને પૈસાની તથા વ્યાજની ઉઘરાણી કરતા હતા અને ધામ ધમકી આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીના માતા પિતાએ ટંકારા તાલુકાના છતર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસે પઠાણી વ્યાજની ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ગત તા. ૩૦/૪/૨૪ ના રોજ ફરિયાદીના માતા અને પિતાનું મોત નીપજ્યું હતું જેથી કરીને પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને ફરિયાદીના માતા-પિતાને મરવા મજબૂર કરનારા બંને વ્યાજખોરોની સામે હાલમાં મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૬,૫૦૬,૫૦૭ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારાના પીએસઆઇ એમ.જે. ધાંધલ ચલાવી રહ્યા છે

કાર ડિવાઈરમાં અથડાઇ

મોરબી તાલુકાના ગાળા ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા હર્ષદ કાંતિલાલ કુંડારીયા (૩૫) નામનો યુવાન સોખડા ગામના પાટીયા પાસેથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં હર્ષદને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપાઇ છે






Latest News