હળવદના કોયબા નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો: આરોપીની ધરપકડ
ટંકારાના લજાઈ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બેંકના કામે જઈ રહેલા વૃદ્ધનું મોત
SHARE






ટંકારાના લજાઈ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બેંકના કામે જઈ રહેલા વૃદ્ધનું મોત
ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામ પાસે હોટલ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહેલા વૃદ્ધના બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું અને હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા ભગીરથભાઈ માધવજીભાઈ અઘારા જાતે પટેલ (૩૫)એ સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ ડીજી ૫૦૩૧ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પિતા માધવજીભાઈ ભગવાનજીભાઈ અઘારા (૬૧) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૮૫૦૯ લઈને નસીતપર ગામથી લજાઈ ગામે આવેલ બેંકમાં જઈ રહ્યા હતા દરમ્યાન લજાઈ પાસે હોટલની સામે રસ્તા ઉપર તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

