મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈકમાં બેઠેલા વ્યક્તિનો પગ અડી જતાં યુવાનને ઢીકાપાટુનો માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE













વાંકાનેરમાં બાઈકમાં બેઠેલા વ્યક્તિનો પગ અડી જતાં યુવાનને ઢીકાપાટુનો માર માર્યો: મારી નાખવાની ધમકી

વાંકાનેરની મેઇન બજારમાંથી યુવાન ડબલ સવારી બાઇક લઈને જતો હતો ત્યારે બાજુમાંથી જઈ રહેલા બીજા બાઇકને પાછળ બેઠેલા વ્યક્તિનો પગ અડી જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે યુવાનને ગાળોબોલી ઢીકાપાટુનો મારમારીને માથા અને શરીરે ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સરકારી સ્કૂલની બાજુમાં રહેતા મોહમ્મદવારિસ ભાઈ સમસુદ્દીનભાઈ શેરસીયા જાતે મોમીન (૨૪) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મોહીનભાઈ મોહમ્મદભાઈ કાબરા રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરની મેઇન બજારમાં આવેલ રોનક ફૂટવેર સામે રસ્તા ઉપરથી તેઓ ડબલ સવારી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની બાજુમાંથી આરોપી બાઇક લઈને નીકળતો હતો ત્યારે ફરિયાદીના બાઈકમાં પાછળ બેઠેલા વ્યક્તિનો પગ તેને અડી જતા તે બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ માથામાં અને શરીરે ઇજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News