મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સગાઈ પ્રસંગ તેમજ જન્મ ઉજવણી કરતા તબિબ
હળવદના કોયબા નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો: આરોપીની ધરપકડ
SHARE








હળવદના કોયબા નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો: આરોપીની ધરપકડ
હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કોયબા ગામના પાટીયા પાસેથી પગપાળા રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ત્યારે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતક યુવાનના બહેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના ભારદ ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રિયંકાબેન લાલજીભાઈ ભદ્રાડિયા જાતે ભવાયા (૨૪)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૯ ટી ૨૧૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ધાંગધ્રા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ કોયબા ગામના પાટીયા પાસેથી તેનો ભાઈ દામીનકુમાર કમલેશભાઈ રહે. ધાંગધ્રા વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે કોયબા ગામના પાટીયા પાસે પગપાળા રોડ ક્રોસ કરતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને જે તે સમયે ટ્રક ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલક ઉમેદરામ લીલારામ મેઘવાલ રહે. બાલેવા તાલુકો સીપવાના જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
મોરબીમાં મણીમંદિર પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ધીરજગીરી ભવાનગીરી ગોસાઈ જાતે બાવાજી (૫૧) રહે. બ્લોક નંબર-૧૭ મધુસ્મૃતિ સોસાયટી શોભેશ્વર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

