મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં મહિલા સામે ખુરશી રાખીને બેસવાની ના કહેતા છરી-કુહાડી વડે હુમલો: સાતને ઇજા


SHARE













માળીયા (મી)ના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં મહિલા સામે ખુરશી રાખીને બેસવાની ના કહેતા છરી-કુહાડી વડે હુમલો: સાતને ઇજા

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે લગ્ન પ્રસંગ હતો ત્યાર મહિલાઓ હતી તે જગ્યાએ ખુરશી રાખીને બેસવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં છરી અને કુહાડી વડે હુમલો કરવામાં આવતા એક જ પરિવારના ચાર વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે ચારેયને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બનાવ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ચીખલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સબીર રહેમાનભાઈ જામ (૩૦), નુરાલીયા હસનભાઈ જામ (૫૫)નાઝીર રહેમાનભાઈ જામ (૨૪) અને જૂસબ હાસમભાઈ જામ (૪૫) રહે. બધા ચીખલી વાળાઓને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં ઈજા પામેલ વ્યક્તિઓના પરિવારજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં ચીખલી ગામે સામે વાળા ઇલ્યાસભાઈ, અનવરભાઈ અને રેશમાબેને ઝઘડો કર્યો હતો અને ઝઘડો કર્યા બાદ તેઓએ છરી અને કુહાડી વડે તેઓની ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં આ ચારેય વ્યક્તિઓને ઈજા થયેલ છે જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવની ત્યાં જાણ કરવા માટેની કવાયત કરી છે વધુમાં ઇજા પામેલ લોકોના પરિવારજન પાસેથી મળી રહેલ માહિતી મુજબ નાઝીર રહેમાનભાઈ જામના બે દિવસ પહેલા લગ્ન હતા ત્યારે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે મહિલાઓ હતી ત્યારે અલી અનવર માલાણી અને તેની સાથે કેટલા લોકો બેઠા હતા તેને મહિલાઓની સામે ખુરશી રાખીને બેસવાની ના પડી હતી તે બાબતનો રોષ રાખીને તેઓની ઉપર ઇલ્યાસ માલાણીઅનવર માલાણીમ રેશમાંબેન માલાણીઇબ્રાહિમ કાદરભાઈ, અકબર કાદર સહિતનાઓ દ્વારા હુમલો કરવામાં આવેલ છે આ બનાવમાં સામા પક્ષેથી મહેબૂબ ઇબ્રાહિમમ ફરિદાબેન અકબરભાઈ રહે બંને ચિખલી વાળાને ઇજા થયેલ છે તેવી માહિતી મળેલ છે






Latest News