વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાનું બાંધકામ તોડતા સમયે દીવાલ નીચે દટાઈ જવાથી યુવાનનું મોત


SHARE

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાનું બાંધકામ તોડતા સમયે દીવાલ નીચે દટાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીની બાજુમાં સીરામીક કારખાનાના  બાંધકામને તોડવાનું કામ ચાલતું હતું ત્યારે દિવાલ પડવાથી દટાઈ જવાના કારણે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મૂજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેનસો ચોકડીની બાજુમાં નિધિ માઇક્રોન નામનું કારખાનું આવેલ છે જેના જૂનું બાંધકામ તોડવા માટેનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન અકસ્માતે દિવાલ પડવાથી ચંદન બજરંગી કશ્યપ (૨૧) રહે. હાલ નિધિ માઈક્રોન સીરામીક સરતાનપર રોડ સેન્સો ચોકડીની બાજુમાં મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળો દટાઈ ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જી. ઝાલા દ્વારા કરવામાં આવી છે
Latest News