વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન
SHARE






વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન
મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પોતાની જાતને સુખમય તથા શક્તિ સંપન્ન બનાવવાનો છે.નિરોગી અને સબળ શરીરના માધ્યમથી આ ઉદ્દેશ્ય પાર પાડી શકાય છે.ગાયત્રી પરિવારના પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યનો નારો છે કે સ્વસ્થ શરીર-સ્વચ્છ મન-સભ્ય સમાજએ અભિયાન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ દ્વારા યોગ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.શિબિરમાં પ્રશિક્ષક તરીકે શ્રી રામસિંહજી યાદવ (યોગાચાર્ય) શાંતિકુંજ હરિદ્વાર માર્ગદર્શન આપશે.તા.૨૪-૫ થી ૩૧-૫ સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે સવારે ૬ થી ૭:૩૦ સુધી અને ગાયત્રી શક્તિપીઠ, સંસ્કાર ભવન હોલ વાંકાનેર ખાતે સાંજે ૬ થી ૭:૩૦ સુધી શિક્ષાવર્ગો ચાલશે.આ શિબિરમાં કોઈ પણ ભાઈ-બહેનો વિના મૂલ્ય ભાગ લઈ શકે છે.દરેક લોકો સાથે આસનપટો, પાણીની બોટલ, નેપકીન તથા નોટ પેન સાથે લાવે તેમ આયોજક શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર અને ગાયત્રી પરિવાર વાંકાનેરએ યાદીમાં જણાવેલ છે.વધુ વિગત માટે અશ્વિનભાઈ રાવલ (મો.૯૮૨૫૧ ૨૦૯૭૮) અથવા રાહુલ જોબનપુત્રા (મો.૯૨૬૫૦ ૬૬૦૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે


