વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન
મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો
SHARE






મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો
મોરબી એડી.સીવીલ જજ જયુડી.મેજી ફ.ક.સાહેબની કોર્ટમા લગ્નમાં નહી આવવાનો ખાર રાખીને ફરીયાદીને સળીયાની ધોડી વડે માથામાં માર મારેલની ફરીયાદના કેશનાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૧૨ ના રોજ આ કામના આરોપી વશરામ રતીલાલ સોલંકી તથા દેવજીભાઈ ગાંડુભાઈ સોલંકીની સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા ૧૧૪ અન્વયે મારામારીનો ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ મોરબી એડી.સીવીલ જજ જયુ મેજી ફ.ક. સાહેબની કોર્ટમાં આરોપીઓ વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી નીતીનકુમાર અમૃતલાલ પંડયાએ કેસ લડેલ અને તેમાં ધારદાર દલીલો કરેલ હતી તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને નામદાર કોર્ટએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે


