મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે વાતો કરતાં ઢળી પડેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના ખાનપર ગામે વાતો કરતાં ઢળી પડેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના ખાનપર ગામે યુવાન વાતો કરતા કરતા બેભાન થઈને ઢળી પડ્યો હતો જેથી કરીને તેને દવાખાને લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને હાર્ટ અટેકથી યુવાનનું મોત થયું હોવાથી જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેર તેમજ ગુજરાત અને ભારતની અંદર છેલ્લા મહિનાથી હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (૨૯) નામનો યુવાન વાતો કરતા કરતા બેભાન થઈને ઢડી પડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ પાસેથી જાણવા મળેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (૩૫) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.એમ. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે






Latest News