મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નાગલપરથી થોરાળા વચ્ચે બે બાઈક સામસામે અથડાયા: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબીના નાગલપરથી થોરાળા વચ્ચે બે બાઈક સામસામે અથડાયા: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના નાગલપર ગામથી થોરાળા ગામ વચ્ચેના રસ્તા ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા કેશવજીભાઈ રાજાભાઈ પરમાર (૫૦) નામના આધેડ બાઈક લઈને મોરબીના નાગલપર થી થોરાળા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં સામસામે બાઇક અથડાવવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કેશવજીભાઈ તથા મેહુલ હરેશભાઈ જખાણીયા (૧૪)ને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં બંનેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી કેશવજીભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિધિ પાર્કમાં નારાયણ પેલેસ ફ્લેટ નંબર ૩૦૨ માં રહેતા ભાડેજા નરભેરામભાઇ છગનભાઈ (૫૫) નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓનું બાઇક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેમને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News