મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ખાણ ખનીજ ફલાઈગ સ્કોડની રેડ: એક હિટાચી-છ ડમ્પર જપ્ત, દંડ વસૂલવા તજવીજ


SHARE









મોરબીના રાજપર ગામે ખાણ ખનીજ ફલાઈગ સ્કોડની રેડ: એક હિટાચી-છ ડમ્પર જપ્ત, દંડ વસૂલવા તજવીજ

મોરબી તાલુકાનાં રાજપર ગામની સીમમાં ગઇકાલે સાંજે ખાણ ખનીજ ફલાઈગ સ્કોડ દ્વારા રેડ કરી હતી અને ત્યાં ખનીજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું એક હિટાચી અને છ ડમ્પર સહિત લખો રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં કેટલી કિંમતના ખનીજની ચોરી કરવામાં આવેલ છે તેની ગણતરી કરીને ખનીજ ચોરી કરનારાઓ પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે

મોરબી જીલ્લામાં ખનીજ ચોરી બેફામ રીતે કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીના ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખીને ખાણ ખનીજ ફલાઈગ સ્કોડ બહુમાળી ભવન રાજકોટની ટીમના માઈન્સ સુપરવાઈઝર જે.એન. કરમુર તથા દર્શીત પી. રાઠોડ સહિતની ટીમે મોરબી તાલુકાનાં રાજપર ગામની સીમમાં ગઇકાલે સાંજે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ખનીજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં ડમ્પર નં. GJ-36-X-3700 તેનો ચાલક બાબુ ધનજીરાજ  ભીલ રહે. પંચાસર ચોકડી મોરબી, ડમ્પર નં. GJ-36-U-3974 તેનો ચાલક નવઘણભાઈ અરજણભાઈ રાઠોડ રહે. લજાઈ, ડમ્પર નં. GJ-36-V-1319 તેનો ચાલક ટીનાભાઈ રામાભાઈ મોકોળીયા રહે. સુરાઈ ચોટીલા, ડમ્પર  નં. GJ-36-V-7699 તેનો ચાલક સીરાજ ઈકબાલ ભટી રહે. ખીરઈ માળીયા, ડમ્પર નં. GJ-36-V-8300 તેનો ચાલક બાવરવા નાથાભાઈ ધરમશીભાઈ રહે. વીરપર ટંકારા, ડમ્પર નં. GJ-36-V-4876 તેનો ચાલક શોહીલ દાઉદ ત્રાપા રહે. શિકારપુર ભચાઉ કચ્છ અને હુન્ડાઈ એક્ષેવેટર મશીન સી/નં. N-633D00868 પીળા કલરનુ નનકેશશ્રી  વિષ્ણુદેવ રામ રાખે લખેલ છે. આ મશીન રાજપર મોરબી ખાતે રાખેલ છે. અને તેનો ચાલક રામપુર બરૌલી ગોપાલગંજ (બિહાર) વાળો હોવાનું સામે આવેલ છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહનો મૂકવામાં આવેલ છે અને લખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે જો કે, કેટલી કિંમતના ખનીજની ચોરી કરવામાં આવેલ છે તેની ગણતરી કરીને ખનીજ ચોરી કરનારાઓ પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે




Latest News