માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો
SHARE
માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો
માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી માતા અને પુત્ર બને ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન આઇસરના ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા ત્યારે મહિલાના પેટના ભાગ ઉપરથી આઇસરની વ્હીલ ફરી જવાના કારણે મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેના દીકરાને માથા અને જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં યુવાનનો પગ ગંભીર ઇજા થઈ હોવાના કારણે કાપવો પડ્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે ખરાવાડ વિસ્તારમાં રહેતા સલીમભાઈ મુસાભાઇ ભાડુલા (40)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર નંબર જીજે 27 ટીજી 8781 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કચ્છ મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર માળિયા નજીક આવેલ ભીમાસર ચોકડીથી માળીયા તરફ જવાના રસ્તા ઉપર સર્વિસ રોડમાં ફરિયાદીના પત્ની દિલસાનબેન સલીમભાઈ ભાડુલા (35) અને દીકરો સિકંદર સલીમભાઈ ભાડુલા (17) બંને રોડ ક્રોસ કરતા હતા ત્યારે તેઓને આઇસરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પત્ની દિલશાનબેનના પેટ ઉપરથી આઇસરનું ટાયર ફરી વળવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીના દીકરા સિકંદરને માથામાં અને જમણા પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સિકંદરનો ઓપરેશન કરીને પગ કાપવો પડ્યો હતો. આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માત બનાવમાં બે લોકોને ઇજા
મોરબીના શનાળા પાસે આવેલ ભક્તિનગર ઓવરબ્રિજ નીચે અજાણ્યા કાર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારી હતી.જેમાં ઇજા પામેલા આસિફ અલારખા સોઢા (૨૫) મોટી પાનેલી તથા લાખાભાઈ પરબતભાઈ મોરી (૨૫) રહે.ધ્રુવાળા જી.પોરબંદરને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના રવાપર ગામે આવેલ ગ્રામ પંચાયતની ઓફિસ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજા પામેલા જગજીવન કરશનભાઈ કૈલા (૬૨) રહે. શક્તિટાઉનશીપ રવાપરને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી સોઓરડીમાં રહેતા પ્રવિણગીરી કેશવગીરી બાવાજી નામના ૪૬ વર્ષના યુવાને ઘરે કોઈ કારણોસર માકડ મારવાની દવા પી લીધી હોય તેને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.