પુત્રી લગ્નના ઇરાદે ઘર છોડીને ચાલી જતા હળવદના સુખપર પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા ધાંગધ્રાના આધેડનું મોત
SHARE






પુત્રી લગ્નના ઇરાદે ઘર છોડીને ચાલી જતા હળવદના સુખપર પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા ધાંગધ્રાના આધેડનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સુખપર ગામે સીમ વિસ્તારમાં રેલ્વે ફાટક નજીક ટ્રેનની ઝપટે ચડી જતા ધાંગધ્રાના આધેડનું મોત નિપજેલ છે.બનાવ અંગે જાણ થતા હળવદ પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.મૃતકની પુત્રી લગ્નના ઇરાદે ઘર છોડીને ચાલી ગઈ હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
હળવદ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદના સુખપર ગામની સીમમાં એસ્ટ્રોન રેલ્વે ફાટક પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમા નાગરભાઇ ઇશ્વરભાઇ પરમાર જાતે દલવાડી (ઉ.વ.૪૩) રહે.ધ્રાંગધ્રા નરસીપરા જુના જીવા ગામે જવાના રસ્તે જી.સુરેન્દ્રનગરનું મોત થયેલ છે.ગત તા.૩ ના બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામાં સુખપર ગામની સીમમાં એસ્ટ્રોન રેલ્વે ફાટક પાસે ટ્રેન હેઠળ પડતુ મુકીને નાગરભાઇ ઇશ્વરભાઇ પરમાર જાતે દલવાડી (ઉમર વર્ષ ૪૩) રહે.ધ્રાંગધ્રા નરસીપરા જુના જીવાના રસ્તે જી.સુરેન્દ્રનગરએ આપઘાત કર્યો હતો.મૃતકની દિકરી ક્રિષ્નાબેન (ઉમર વર્ષ ૨૧) તેઓના ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર લગ્ન કરવાના ઇરાદે જતી રહેલ હોય તે બાબત મરણ જનાર નાગરભાઇને મનોમન લાગી આવતા પોતાની મેળે ટ્રેન નીકળતા ટ્રેન નિચે પડતુ મુકી દેતા ટ્રેન નીચે આવી જતા ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત નિપજેલ છે.હળવદ પોલીસ મથકના એન.એમ.ગોસ્વામી દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
બંધુનગર પાસે બે કાર અથડાતા ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીના વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા લીંબાભાઈ ગોવિંદભાઈ સિહોરા (ઉમર ૩૪) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે ચામુંડા હોટલ પાસે બે કાર અથડાઇ હોવાનો બનાવ બન્યો હતો.જેમાં વાંકાનેરથી પરત સરતાનપર બાજુ આવી રહેલા લીંબાભાઇ ગોવિંદભાઈ સિહોરા નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેમના ભાઈ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં મોરબી લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતા મહિલા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતામિલ નજીક રહેતા મહેરૂનબેન ઈમ્તિયાઝભાઈ અકબરભાઈ નામના ૪૯ વર્ષીય મહિલાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ઈજા પામેલ મહેરૂનબેનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી


