મોરબીની આલાપ સોસાયટી પાસે રહેતા મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત
મોરબીના ન્યુ પેલેસ પાસેથી પગપાળા જતા યુવાનનું હાર્ટ એટેકથી મોત, વાંકાનેરના રંગપરમાં સુતા બાદ યુવાન ઉઠ્યો જ નહીં
SHARE






મોરબીના ન્યુ પેલેસ પાસેથી પગપાળા જતા યુવાનનું હાર્ટ એટેકથી મોત, વાંકાનેરના રંગપરમાં સુતા બાદ યુવાન ઉઠ્યો જ નહીં
તાજેતરમાં યુવાન લોકોના મોત થવાના કિસ્સાઓમાં ખૂબ જ વધારો જોવા મળે છે તેવા જ બે કિસ્સા મોરબીમાં જોવા મળ્યા હતા.જેમાં મોરબીના સામાકાંઠે આવે ન્યુ પેલેસ વિસ્તારમાંથી પગપાળા જતા ભરવાડ યુવાનનું હાર્ટ ફેઇલ થઈ જવાથી તેનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે.તે રીતે જ વાંકાનેર તાલુકાના રંગપર ગામે સોલાર પેનલ બનાવવાના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઝારખંડનો યુવાન લેબર કવાટરમાં સુતા સમયે નિદ્રાધીન અવસ્થામાં જ મોત નિપુ હતુ.
આ બંને બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા ન્યુ પેલેસ ગેઇટ પાસેથી પગપાળા જઈ રહેલા ખેંગારભાઈ મંગાભાઈ વહેરા જાતે ભરવાડ (ઉંમર ૪૫) રહે.ત્રાજપર ખારી સામાકાંઠે મોરબી-૨ વાળાઓ તા.૩-૬ ના સાંજના છએક વાગ્યાના અરસામાં ન્યુ પેલેસના ગેઇટ પાસેથી પગપાળા જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેઓ ઢળી પડ્યા હોય ૧૦૮ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે જોઇ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા અને આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી અને પગપાળા જતા ખેંગારભાઈ ભરવાડને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત થયુ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે અને મોતનું ખરું કારણ જાણવા માટે મૃતકના વિશેરા લઈને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
તે રીતે જ બીજો બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ રેડ રેઇન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામના સોલાર પેનલ બનાવવાના કારખાનાના લેબર ક્વાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો સિરદર વિરસિંહ સુંડી જાતે આદિવાસી (ઉમર ૩૩) હાલ રહે.રેડ રેઇન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ રંગપર ગામની સીમ તા. વાંકાનેર જીલ્લો મોરબી મૂળ રહે.બડા ગુરઇ થાના મુફફસીલ જિલ્લો સિંહભૂમિ ઝારખંડ વાળો તા.૨-૬ ના રાત્રીના આઠેક વાગ્યે તેના લેબર કવાટરમાં સૂતો હતો અને કંઈ બોલતો ચાલતો ન હોય તેને બેભાન હાલતમાં વાંકાનેર સિવિલે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં ફરજ ઉપરના ડોકટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો.હાલ પ્રાથમિક ધોરણે ગરમીના લીધે સિરદર સુંડીનું મોત થયુ હોવાનું જાણવા મળેલ છે.જોકે મોતનું ખરું કારણ જાણવા માટે તપાસ અધિકારી વી.ડી.ખાચર દ્વારા મૃતકના વિશેરા લેવડાવીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે કોરોના બાદ અને તેની સામે રક્ષણ માટે લેવામાં આવેલી રસી મુકાવ્યા બાદથી છેલ્લા બે વર્ષોમાં યુવાન લોકોના હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે.આ ખરેખર ગંભીર બાબત છે અને તેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
વાહન અકસ્માતમાં ઇજા થતા આધેડ-બાળક સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ નિત્યાનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ ભવાનભાઈ ભાલોડીયા નામના ૬૨ વર્ષના આધેડને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ રાધે હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.ગત તા.૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં ત્યાં રાધે હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમને ઈજા થતાં શહેરના સામાકાંઠાની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તે રીતે જ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયાળી નજીક મારવાડી હોટલની પાછળ રહેતા પરિવારના આસિફ કરણસિંહ કનોજ નામના ચાર વર્ષના બાળકને પણ વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ગત તા.૧ ના રોજ સવારના દસેક વાગ્યે જેતપર રોડ ઉપર બાઈકની પાછળ બેસીને જતા સમયે આસિફ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયો હતો.જેથી તેને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હોય તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ જાડેજા દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી


