મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Breaking news
Morbi Today

સુજ્ઞ મતદારો-સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા સહિતનાઓનો આભાર: વિનોદભાઇ ચાવડા


SHARE











સુજ્ઞ મતદારો-સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા સહિતનાઓનો આભાર: વિનોદભાઇ ચાવડા

નવ નિર્વાચીત સાંસદ વિનોદ ચાવડાજીએ સૌનો આભાર માનતા જણાવ્યુ હતું કે, ૧- કચ્છ લોક સભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયાના સમયથી આજના મારા વિજય સુંધી ચુટણી સમય દરમ્યાન મને સાથ-સહકાર આપનાર સૌ સુજ્ઞ મતદારો, સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા બંધુભગીનીઓ, વરિષ્ઠ- સનિષ્ઠ અગ્રણીઓ, સૌ સાથી મિત્રો સગા-સ્નેહીઓ, ભાજપા પદાધિકારી, ધારાસભ્યઓ, ધનિષ્ઠ મિત્રો, શુભ ચિંતકો સહ, મારા વિજયને યાદગાર બનાવનાર સૌનો આભાર માનું છુ.

આપણા પ્રેરણા સ્ત્રોત ગુજરાતના સપુત નરેન્દ્રભાઈ મોદીજીના દિવ્ય અને  દૈદિપ્યમાન ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃત સંકલ્પ બધ્ધ છુ. સમસ્ત ભારતે આજે જન સમર્થન અને પ્યાર આપી ત્રીજી વાર કર્મયોગી પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને, ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમત આપી વિકસિત ભારત બનાવવા માટે અમને સૌને સહભાગી બનાવવાની તક આપી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહજી, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલજી મારામાં વિશ્વાસ મુકી અને ત્રીજી વાર તક આપી બદલ હું તેમનો ઋણી છે. આપ સૌનું સ્થાન મારા હદયમાં જીવનભર અકબંધ રહેશે રાષ્ટ્રની એકતાના આધારે શ્રેષ્ઠતા તરફ જવાની યાત્રા અવિરત આગળ ધપાવવા આપનો સાથ સહકાર મળતો રહેશે એજ અનુમોદના. 








Latest News