સુજ્ઞ મતદારો-સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા સહિતનાઓનો આભાર: વિનોદભાઇ ચાવડા
મોરબીની માળીયા ફાટક ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ
SHARE






મોરબીની માળીયા ફાટક ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ માળીયા ફાટક ચોકડી વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરના શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ નીકળ્યો હતો જેને રોકીને પોલીસે તેની પાસે રહેલ બાઈકની ડીટેલ પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી સર્ચ કરી હતી ત્યારે તે શખ્સ પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું અને આ બાઇક આશિષભાઈ સમજીભાઈ કામાણી રહે. ગોંડલ રોડ, રાજકોટ વાળાનું હોવાનું સામે આવ્યું હતું અને તે બાઈકની ચોરી થયેલ હોવાની ફરિયાદ પણ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈકની સાથે આરોપી મહેશભાઈ ઉર્ફે છોટુ દીપકભાઈ ડેલવાડીયા (૨૧) રહે. લીલપર રોડ રામદેવપીરના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૦,૦૦૦ ની કિંમતનું બાઇક કબજે કર્યું હતું અને આરોપીને પકડીને આગળની કાર્યાવહી કરેલ છે


