મોરબી તાલુકા પોલીસે ૮.૦૩ લાખના ૪૨ મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત આપ્યા
SHARE









મોરબી તાલુકા પોલીસે ૮.૦૩ લાખના ૪૨ મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત આપ્યા
મોરબી તાલુકામાંથી જુદાજુદ અરજદારો દ્વારા તેના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોવાની અરજીઓ આપવામાં આવી હતી જેથી કરીને ખોવાયેલ મોબાઈલ ફોનને શોધવા માટે પોલીસ કામ કરી રહી હતી તેવામાં તાલુકા પોલીસે એક કે બે નહીં પરંતુ ૪૨ મોબાઈલ ફોન શોધી કાઢેલ છે અને કુલ મળીને ૮.૦૩ લાખ થી વધુની કિંમતના મોબાઇલ ફોન તેના મૂળ માલિકોને પરત આપવામાં આવેલ છે
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ અને ડીવાયએસપી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટીમ કામ કરી રહી છે અને જુદાજુદા અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા માટે ટીમ કામ કરી રહી હતી તેના પરિણામે જુદીજુદી કંપનીના ૪૨ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ૮,૦,૩,૬૬૦ થાય છે તે પોલીસે શોધી કાઢીને હાલમાં મૂળ માલિકોને પરત કરેલ છે આ કામગીરી મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણાની સૂચના મુજબ શોભનાબેન શામજીભાઇ મેર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
