મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી એલ્યુમિનિયમ વાયરનો ૧૬૩૦ કિલો જથ્થો ભરેલ વાહન સાથે બે શખ્સ પડકાયા


SHARE

















ટંકારા નજીકથી એલ્યુમિનિયમ વાયરનો ૧૬૩૦ કિલો જથ્થો ભરેલ વાહન સાથે બે શખ્સ પડકાયા

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે ઇશ્વરભાઇ કલોતરા અને ચંદુભાઈ કલોતરાને મળેલ બાતમી આધારે ટંકારા લતીપર રોડ પર સરાયા ગામના પાટીયા પાસે વોચ રાખવામા આવી હતી ત્યારે સપનેશ્વર મહાદેવના મંદિર સામેથી બોલેરો ગાડી નં.જીજે ૧૨ બિઝેડ ૬૫૩૮ પસાર થઈ રહી હતી જેમાં એલ્યુમિનિયમ વાયરનો જથ્થો ભરેલ હતો જેથી તે વાહનને રોકીને તેની પાસેથી બિલ માંગવામાં આવતા તેની પાસે બીલ વગરનો એલ્યુમીનીયમના વાયરનો જથ્થો ભરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને કારમાં બેઠેલા કરતાસિંકદર રહેમતુલ્લાભાઈ મોખા (૩૦) રહે. નવી રેલ્વે સ્ટેશનની બાજુમાં ભુજ અને મુસ્તફા યુસુફભાઇ વઢવાણવાળા (૩૬) રહે. ભગવતીપરા રાજકોટ વાળાની પકડવામાં આવેલ છે અને ગાડીમાં ભરેલ એલ્યુમીનીયમના વાયરો આશરે ૧૬૩૦ કિલો જેની કિંમત ૩,૨૬,૦૦૦ તથા બોલેરો ગાડીની કિંમત ૪,૦૦,૦૦૦ આમ કુલ ૭,૨૬,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સોએ ચોરી કે છળકપટથી માલ મેળવેલ હોવાની શંકાના આધારે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કાર્યવાહી કરી છે અને સીઆરપીસી કલમ- ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News