મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

હળવદમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરી હોવાનું ખૂલ્યું: આપઘાત કરનારા પતિ સામે નોંધાયો ગુનો


SHARE











હળવદમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરી હોવાનું ખૂલ્યું: આપઘાત કરનારા પતિ સામે નોંધાયો ગુનો

મોરબીથી પરિણીતા તેના બહેનના સાસરાની ખબર કાઢવા માટે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયેલ હતી ત્યાં પાછળથી તેનો પતિ પણ આવ્યો હતો અને પત્ની સાથે બોલાચાલી કરીને પત્નીની હત્યા કરી હતી અને પતિ ફરાર થઈ ગયો હતો અને દરમિયાનમાં પત્નીની હત્યા કરનાર ઇસમે પણ તે જ વિસ્તારમાં આવેલ મંદિર પાસે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવમાં મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગરમાં રહેતા મદીનાબેન યુનુસભાઈ બ્લોચ (૩૫) તેની બહેનના સસરાની ખબર કાઢવા માટે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયા હતા.ત્યારે તેનો પતિ યુનુસભાઈ બ્લોચ પણ ત્યાં આવ્યો હતો અને તેણે તેની પત્નીની સાથે બોલચાલી કરી હતી અને ચરિત્ર્યની શંકા રાખીને યુનુસભાઈએ પોતાની પત્નીને ગાળા ઉપર અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ હત્યારો પતિ યુનુસભાઈ બ્લોચ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતક મહિલાના હત્યારા પતિને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી ત્યારે આરોપી પતિ યુનુસભાઈ બ્લોચનો ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ મંદિર પાસેથી આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેના મૃતદેહને પણ પીએમ માટે લઈ ગયા હતા અને પત્નીની હત્યા બાદ પતિના આપઘાતના બનાવમાં હાલમાં મૃતક મહિલાના ભાઈ નિજામભાઇ મહમદભાઈ રફાઇની ફરિયાદ લેવામાં આવી છે અને મૃતક પતિ સામે હત્યાનો ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ યુનુસભાઈના મદિનાબેન સાથે બીજા લગ્ન થયા હતા અને તેના આગળના ત્રણ સંતાનો છે જે ત્રણેયના લગ્ન થઈ ગયા હોવાની માહિતી સામે આવેલ છે.




Latest News