મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી એલસીબી-એ ડિવિઝન પોલીસે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા એક-એક આરોપીને પકડ્યા


SHARE









મોરબી એલસીબી-એ ડિવિઝન પોલીસે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા એક-એક આરોપીને પકડ્યા

મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાયેલ પશુ સંરક્ષણ અધિનિયમ સહિતની કલમ હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધેલ છે જો કે, નાની મોલડી (આણંદપુર) પોલીસ મથકના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધેલ છે.

મોરબી એલસીબીના પીઆઇ ની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં ખાનગી રાહે હકીકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ સહિતની કલમ હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપી સીકંદર ગફાર સંધવાણી રહે. માળીયા (મીં) વાળો હાલે માળીયા વાગડીયા ઝાપા પાસે છે જેથી એલસીબીની ટીમે ત્યાંથી નાસતા ફરતા આરોપી સિકંદર ગફાર સંધવાણી (31) રહે.માળીયા(મિં.) વાળો મળી આવેલ હતો જેથી તેને પકડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નાની મોલડી (આણંદપુર) પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી ઇમરાન મામદ પલેજા (35) રહે.કાલિકા પ્લોટ મોરબી વાળો હાલ મોરબી કાલિકા પ્લોટમાં હોવાની બાતમી મળી હતી જેથી એ ડીવીઝન પોલીસ દ્વારા તેને પકડીને આગળની કાર્યવાહી અર્થે નાની મોલડી પોલીસ મથકને સોપવામાં આવેલ છે.




Latest News