રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે મોરબીના ડી.એન. ઝાલા બીન હરીફ
મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ૯.૬૨ લાખનો મુદામાલની ચોરીની તપાસ ઠેરની ઠેર !?
SHARE







મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ૯.૬૨ લાખનો મુદામાલની ચોરીની તપાસ ઠેરની ઠેર !?
મોરબીના જેપુર ૨૨ દિવસ પહેલા તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચ સહિત પાંચ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનમાંથી કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા તેમજ ૨૮ તોલા સોનાના દાગીના લઈ ગયા હતા જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાયેલ હતી જો કે, આજની તારીખે સરકારી ચોપડે નોંધાયેલ ચોરીના આંકડા મુજબ ૯,૬૨,૫૦૦ નો મુદામાલ ચોરી કરી ગયેલા આરોપીના પોલીસને કોઈ સગડ મળેલ નથી અને ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તા ૨૧/૫ ને સોમવારે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે અને ગામમાં ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી ગયેલ તસ્કરોનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જે તે સમયે કુંવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયાએ મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, કોઇ અજાણ્યા ચોરે તેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલી કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરી છે જેમાં રોકડ રકમ આશરે ત્રણ લાખ, સોનાના બે ડોકીયા આશરે બે તોલાના ૫૦,૦૦૦, સોનાની પાંચ જોડી બુટી આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાની વીંટી નંગ- ૬ આશરે સાડા ચાર તોલા ૧,૧૨,૫૦૦, સોનાના ચાર ચેઇન આશરે પાંચ તોલાના ૧,૨૫,૦૦૦, સોનાની બંગડી ચાર નંગ આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાનું કડુ આશરે સાડા ત્રણ તોલાનું ૮૭,૫00, સોનાની વીંટી ત્રણ નંગ આશરે બે તોલા ૫૦,૦૦૦, સોનાનો ચેઇન આશરે દોઢ તોલાનો ૩૭,૫00 એમ કુલ મળીને આશરે રૂપીયા ૯,૬૨,૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે તેવી ફરિયાદ નોંધાવી હતી અને આ ઉપરાંત બીજા ચાર લોકોના મકાનમાં તસ્કરો આવ્યા હતા જો કે, તેઓના ઘરમાંથી મોટા મુદામાલની ચોરી થયેલ ન હતી પરંતુ જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ કાવઠીયાના રહેણાંક મકાનમાં જે તસ્કરો હાથ ફેરો કરી ગયેલ છે તેનો આજ દિવસ સુધી એટ્લે કે ઘટનાના ૨૨ દિવસ પછી પણ કોઈ પત્તો લાગેલ નથી ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ ગુનામાં આરોપી કયારે પકડશે તે તો આગામી સમય જ બતાવશે
રીક્ષા પલ્ટી જતા ઈજા
મોરબીના વીસીપરા નજીક આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા વિનોદ ધનજીભાઈ મકવાણા નામના ૩૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે ઇજાગ્રસ્ત વિનોદભાઈ મકવાણા મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસેની આરટીઓ કચેરી નજીકથી જતા હતા ત્યારે રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઈજા થતા હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.
