મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી: નેક્સિયન સર્ફેસેસ પ્રા.લિ. ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબી: નેક્સિયન સર્ફેસેસ પ્રા.લિ. ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

મોરબી નજીક આવેલી નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PHC સેન્ટર ઘૂટુના ડોક્ટર તથા તેમની મહિલા ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ડોક્ટર ટીમે કંપનીમાં કાર્યરત મહિલા કર્મચારીઓને મહિલાઓના આરોગ્ય, મહિલાઓને થતી સામાન્ય તકલીફો તથા તેના નિવારણ અંગે વિગતવાર માહિતી આપી હતી સાથે જ સ્વસ્થ જીવનશૈલી અને સમયસર આરોગ્ય ચકાસણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવે છે. આ કાર્યક્રમના અંતે કંપની તરફથી તમામ મહિલા કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેમને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી અને કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે અને આવનારા સમયમાં પણ આવી જાગૃતિ સભાઓ યોજવામાં આવશે.




Latest News