હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન


SHARE









મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન

મોરબીના વજેપર વિસ્તારમાં જુગારની રેડ કરી હતી ત્યારે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 2700 રૂપિયાની રોકડ સાથે તેને પકડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વજેપર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વજેપરના ખૂણા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રફીકશા નથુશા શાહમદાર (36) રહે. મકરાણીવાસ મોરબી અને સાહિલભાઈ યુસુફભાઈ ભાણુ (26) રહે. વાઘપર મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 2700 રૂપિયાની રોકડ સાથે તેને ઝડપી લીધા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

કારમાં નુકશાનની ફરિયાદ

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ રાજપથ સીએસ્ટા ખાતે રહેતા હિમાંશુભાઈ જગદીશભાઈ વિરોજા (25)એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 6061 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાહ વલીના દરગાહના પાટીયા પાસેથી તેઓ પોતાની આઈ 10 કાર નંબર જીજે 36 એફ 3019 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી બોલેરો ગાડીના ચાલકે તેઓની કારમાં બોલેરો ગાડી અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીની કારમાં નુકસાની થઈ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News