મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટ બાબતે સમાધાન કરવા માટે ચાર ગોદામ પાસે બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં તેને લોખંડના પાઇપ વડે પગ અને વાસામાં માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-1 માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઈ સુમરા (35) એ હાલમાં આસીફભાઇ હુશેનભાઇ સુમરા, અરબાઝભાઇ હુશેનભાઇ સુમરા અને સલમાબેન હુસેનભાઈ સુમરા રહે.બધા વીસીપરા ચાર ગોદામ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે અગાઉ તેને સલમાબેન સાથે માથાકૂટ થઈ હતી જે બાબતે સમાધાન કરવા માટે આશિફભાઈ અને અરબાઝભાઈએ ફરિયાદીને બોલાવ્યો હતો જેથી તે ચાર ગોદામ પાસે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને પીઠના ભાગે લોખંડના પાઇપ વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી તેમજ બંને પગ ઉપર લોખંડના પાઇપ મારવામાં આવ્યા હતા તથા સલમાબેન દ્વારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇમરાન હનીફભાઈ (35) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

છરી-ધોકા વડે મારમાર્યો

મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે પાણીના ટાંકા નજીક મારામારીનો બનાવ કર્યો હતો જે બનાવમાં પિયુષ બાબુભાઈ કુંવરિયા (40) નામના યુવાનને છરી અને ધોકા વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News