મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશમાં રહેતી બેંક કર્મચારી મહિલાએ વિપ્ર આધેડના વિશ્વાસનો ગેરલાભ લઈ ૧૮ લાખની છેતરપિંડી કરી, નેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ન આપો


SHARE











મોરબીમાં પાડોશમાં રહેતી બેંક કર્મચારી મહિલાએ વિપ્ર આધેડના વિશ્વાસનો ગેરલાભ લઈ ૧૮ લાખની છેતરપિંડી કરી, નેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ન આપો

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી નાગનાથ શેરીમાં રહેતા અને કર્મકાંડનું કામકાજ કરીને ગુજરાન ચલાવતા વિપ્ર આધેડની બાજુમાં બેંકમાં કામ કરતી અને મૂળ વડોદરાની રહેવાસી મહિલા રહેતી હોય અને તેના પાડોશી તરીકે વિશ્વાસ કેળવીને મરણ મૂડી પેટે બેંકમાં જમા કરવામાં આવેલા અઢાર લાખ રૂપિયા જેવી માતબર રકમને નેટ બેન્કિંગનો પાસવર્ડ જાણતી હોવાનો ગેરલાભ લઇને પોતાના તેમજ અન્ય અલગ અલગ ખાતાઓમાં તે ૧૮ લાખ રૂપીયા ટ્રાન્સફર કરીને વિપ્ર આધેડની સાથે છેતરપિંડી આચરેલ છે.જેની ભોગ બનનારે કરેલ ફરીયાદના આધારે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની આગળની તપાસ શરૂ કરાય છે.

વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણ મુકેશભાઇ મહાદેવપ્રસાદ પંડયા જાતે બ્રાહ્મણ (ઉ.વ.૬૪) ધંધો કર્મકાંડ રહે.મોરબી નાગનાથ શેરીએ સાઇબર ક્રાઇમમાં ભાવિશાબા એસ.ઝાલા રહે.વડોદરા સામે ઉપરોકત ફરીયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણાએ આઇપીસી કલમ ૪૦૯, ૪૨૦ તથા આઇટી.એકટ-૨૦૦૦ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ભાવિશાબા એસ.ઝાલા રહે.વડોદરા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરેલ છે.ફરીયાદમાં ભોગ બનેલા મુકેશભાઇ મહાદેવપ્રસાદ પંડયા જાતે બ્રાહ્મણના જણાવ્યા.પ્રમાણે તેઓ તથા આરોપી ભાવીશાબા ઝાલા પાડોશી હોય અને એકબીજાને ઓળખતા હોય અને ઘરે અવર-જવર હોય જેથી વિશ્વાસ કેળવાય ગયેલ અને આ બાબતનો ગેરલાભ લઇને આરોપી મહીલા કેજે ઇન્ડસઇન્ડ બેંક મોરબી ખાતે નોકરી કરતા હોય જેથી બેન્કના કર્મચારી તરીકે ફરીયાદીને વિશ્વાસમાં લઇને ફરીયાદીની મરણ મુડી સમાન મોટી રકમ ડીપોઝીટ કરાવીને તેની ફીકસ ડીપોઝીટ કરાવી આ બેંક એકાઉન્ટની સંવેદનશીલ માહીતી (ઇન્ટરનેટ બેંકીગ પાસવર્ડ) માટે મદદ કરવાના બહાને નેટ બેંકીંગનો પાસવર્ડ જાણી લઇ તે પાસવર્ડનો ઉપયોગ પોતાના અંગત ફાયદા સારૂ કરીને ગત તા.૪-૮-૨૩ થી તા.૮-૮-૨૩ દરમ્યાન ફરીયાદીના ફિકસ ડીપોઝીટમાં રહેલ નાણા પૈકી રૂા.૧૮,૦૦,૦૦૦ ફરીયાદી મુકેશભાઇ પંડયાની જાણ બહાર અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેકશન કરીને ઉચાપત કરી મેળવી લઇને બેન્કના કર્મચારી તરીકે વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યો હતો.હાલ ઉપરોક્ત બાબતે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ વિભાગના પીઆઇ એન.આર. મકવાણા દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાય છે.

રીક્ષા અથડાયા બાદ છરી વડે હુમલો..!

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો શાહરૂખ દિલાવરભાઈ ભટ્ટી નામનો ૨૭ વર્ષનો યુવાન મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપરથી પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેને હડફેટે લીધો હતો અને જે બનાવ શાહરૂખને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના અશોકભાઈ સારદીયાએ તપાસ કરી હતી.જોકે અકસ્માત થયો હોય તેવી જાણ થતા શાહરૂખનો કૌટુંબિક ભાઈ હુસેન ઈકબાલભાઈ ભટ્ટી (ઉમર ૨૯) રહે.વીસીપરા વાળો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને રીક્ષા ચાલક સાથે આ બાબતે વાતચીત કરતો હતો ત્યારે રીક્ષા ચાલકે હુસેનભાઇ ભટ્ટીને પણ છરી વડે ઈજા પહોંચાડી હતી..! જેથી હુસેનભાઈ ભટ્ટીને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલેથી યાદી આવતા તે બનાવની પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના અશોકભાઈ સારદીયાએ તપાસ ચલાવી હતી. જોકે બાદમાં બંને પક્ષો એક જ વિસ્તારના રહેવાસી હોય આ બાબતે સમાધાન થઈ ગયું હતું.

પરંતુ અત્રે નોંધનીય છે કે મોરબી શહેર વિસ્તારમાં આડેધડ રોડ ઉપર રિક્ષાચાલકો પોતાના વાહનો પાર્ક કરે છે અને જ્યારે પણ કોઈ વાહન ચાલક કે સ્થાનિક દુકાનદાર તેઓને દૂર હટવાનું કહે છે.ત્યારે તેઓની સાથે રીક્ષા ચાલકો ઝઘડા કરે છે અને પોલીસનો કોઈપણ જાતનો ભય રીક્ષા ચાલકોને ન હોય તેવો શહેરમાં ઘાટ છે અને આવું શા માટે હોય તે પણ મોરબીની પ્રજા બખૂબી જાણે જ છે માટે પોલીસે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તે મોરબીવાસીઓના હીતમાં જરૂરી છે.




Latest News