મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મિં.) ના નાના દહીંસરા ગામનો બનાવ : બહેન વિશે એલફેલ વાતો થતી હોવાની વાતનું મનમાં લાગી આવતા યુવાને...


SHARE





























માળીયા (મિં.) ના નાના દહીંસરા ગામનો બનાવ : બહેન વિશે એલફેલ વાતો થતી હોવાની વાતનું મનમાં લાગી આવતા યુવાને...

માળીયા મિંયાણા તાલુકાના નાના દહીંસરા ગામની સીમમાં આવેલા કારખાનાની સામેના ભાગમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું અને ત્યારબાદ તેના સંબંધી તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે મૃતક યુવાનના બહેન કે જેઓ તેનાથી મોટા છે અને અપરિણિત છે તેઓ ઘરે કોઇને કંઇ કહ્યા વિના તેમના સંબંધીને ત્યાં ચાલ્યા ગયા હતા અને બે-ત્રણ દિવસમાં પરત આવી ગયા હતા.આ વાતને લઈને ગ્રામજનોમાં તરહ-તરહની એલફેલ વાતો થતી હોય તે બાબતનું મનોમન લાગી આવતા મૃતક યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ કાવર જાતે પટેલ (ઉમર ૨૧) એ પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીંસરા જતા રોડ ઉપર આવેલ નાના દહીંસરા ગામની સીમમાં હિતકારી નામના કારખાનાની સામે ખરાબામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતુ.ત્યારબાદ તે યુવાનના મૃતદેહને તેના સગા-સંબંધી પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળીયા મિંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગાંભવાને સોંપવામાં આવી હોય તેઓએ મૃતકના પરિવારજનોના લીધેલા નિવેદનનોમાં મૃતકની મોટી બહેન કોઈને કહ્યા વિના તેઓના સગાને ત્યાં ચાલ્યા ગયા હોય અને બાદમાં બે-ત્રણ દિવસમાં પરત આવી જવાથી આ વાતને લઈને લોકોમાં એલફેલ વાતો થતી હોય તે બાબતનું મનમાં લાગી આવવાથી ચિરાગે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું..!

બહેનને ત્યાં આવેલ યુવતી યુવક સાથે ભાગી ગઈ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રાયસીંગપુર ગામે શક્તિ માતાના મંદિર પાસે રહેતા શારદાબેન માનસિંગભાઈ સોઢા રજપુત નામના ૫૨ વર્ષના આધેડ મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરીએ જણાવ્યું હતું કે, તેઓની નાની દીકરી શિવાની (ઉંમર વર્ષ ૨૪) તેમની મોટી દીકરી અનિતાબેનના સાસરે કે જેઓ મોરબીના વીસીપરામાં રહેતી હોય તેમને ત્યાં આવી હતી અને અહીં અનિતાબેનના ઘરેથી આઈસ્ક્રીમ લેવા માટે બહાર જાવ છું.તેમ કહીને ઘરમાંથી નીકળી હતી અને બાદમાં હળવદ તાલુકાના ચાડધ્રા ગામના કલ્પેશ જેસીંગભાઇ નામના યુવક સાથે ચાલી ગયેલ છે.આ બાબતની અરજી મળતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારોદીયાએ તપાસ ચલાવી હતી અને ચાડધ્રા ગામના કલ્પેશ જેસીંગભાઇને તથા તેની સાથે શિવાનીબેનને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં યુવતી શિવાનીના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા.જોકે યુવક-યુવતી બંને પુખ્ત વયના હોય અને યુવતી શિવાનીબેનએ કલ્પેશ સાથે જવાનું કહેતા હાલ તે મુજબના નિવેદનો નોંધીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.














Latest News