મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો


SHARE





હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ  તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવેનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૨૫૩ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઓરલ કેન્સર અંગે કુલ ૧૨૮ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૭૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સર્વાઈકલ કેન્સરનાં કુલ ૫૧ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. અને આ સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સરનાં ૨૪, બ્રેસ્ટ કેન્સરનાં ૧૫, અને સર્વાઈકલ કેન્સરનાં ૩૦ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર હળવદ, એન.ટી.સી.પી. સોશ્યલ વર્કર, હળવદ તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓએ  જહેમત ઉઠાવી હતી.




Latest News