હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું
SHARE
મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું
મોરબીના ઘંટિયાપા વિસ્તારના રહીશોએ કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ ઘંટિયા પા વિસ્તારમાં તમામ ઘરોમાં હિંદુ રહે છે અને આ વિસ્તારમાં વર્ષોથી જુના પાડોશીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે અને આ વિસ્તારમાં આવેલ અકે શેરીમાં “અંબિકા આશિષ” લખેલું મકાન છે જેના મકાન માલિક દ્વારા આ મકાન વેચાણ કરેલ છે અને તેઓએ શેરીમાં રહેતા લોકોને કોઈ પ્રકારની જાણ કરી ન હતી અને લત્તાવાસીઓને ધ્યાને આવતા તેઓએ પૂછપરછ કરી હતી જેથી તેને ગોળગોળ વાતો કરી હતી અને આ મકાન અન્ય ધર્મના લોકોને વેચાણ કર્યું હોવાની શક્યતા છે જેથી કરીને સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી છે અને તેમના વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ હોય મકાન વેચાણની થતી શંકાસ્પદ ગતિવિધિની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.