મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે


SHARE















મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

આંતરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી સંદર્ભે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ માટે જિલ્લા વહિવટી તંત્રના સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

૨૧ જૂન યોગ દિવસે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના તેમજ તાલુકા, નગરપાલિકા અને ગ્રામીણ કક્ષાએ યોજાનાર કાર્યક્રમો અનુસંધાને સ્ટેજ, મંડપ, બેઠક વ્યવસ્થા, આમંત્રણ કાર્ડ, સાઉન્ડ સિસ્ટમ, ટ્રાફિક નિયમ અને પાર્કિંગ, સફાઈ, દિવ્યાંગ માટેની વ્યવસ્થાઓ, પીવાના પાણી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ કરવા માટે નિવાસી અધિક કલેક્ટરએ સબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ યોગ દિવસની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમની સાથે તમામ તાલુકા કક્ષાએ અને નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આઈકોનિક પ્લેસ તરીકે મોરબીમાં મણીમંદીર ખાતે પણ યોગ દિવસ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.




Latest News