મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં એસપીના લોક દરબારમાં રાબેતા મુજબ ટ્રાફિકના પ્રશ્નોનો ઢગલો: 31 લોકોના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા


SHARE













મોરબીમાં એસપીના લોક દરબારમાં રાબેતા મુજબ ટ્રાફિકના પ્રશ્નોનો ઢગલો: 31 લોકોના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા

મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં આજે મોરબીમાં એ ડીવીઝન પોલીસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેરા તુજકો અર્પણ હેઠળ 31 લોકોને તેમના ગુમ થયેલા મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા અને લોક દરબારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો રાબેતા મુજબ આવ્યા હતા.

મોરબીમાં જયારે પણ લોક દરબારનું આયોજન કરવામાં આવે ત્યારે તેમાં આવેલા આગેવાનો સહિતના લોકો શહેરના રોડ રસ્તા ઉપરના ટ્રાફિકની સમસ્યા, આડેધડ વાહન પાર્કિંગ, રોડ ઉપર લારી ગલ્લાના દબાણો સહિતની રજૂઆતો કરે છે જો કે, તેનો કાયમી ધોરણે કયારે પણ નિકાલ કરવામાં આવતો નથી. તે હક્કિત છે તેવામાં આજે એસપીની હાજરીમાં જે લોક દરબાર યોજાયો હતો તેમાં પાનાં રાબેતા મુજબ ટ્રાકીફની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ત્યારે બાદ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા કામ કરતાં સમાજ સેવક જીવરાજભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતમાં મોરબી શહેરી વિસ્તારમાંથી જે લોકોના મોબાઈલ ફોન ગુમ થાય હતા તે મોબાઈલ ફોનને શોધીને પોલીસ દ્વારા 31 મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. અને વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, સાઈબર ક્રાઇમના ભોગ બનેલા લોકોના 43 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલ છે તે આગામી સમયમાં કાર્યવાહી કરીને તેઓને પરત આપવા માટેનું કામ કરવામાં આવશે.






Latest News