મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવમાં એક પણ શાળા બાકી ન રહે: કલેકટર કે.બી. ઝવેરી


SHARE









મોરબી જીલ્લામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવમાં એક પણ શાળા બાકી ન રહે: કલેકટર કે.બી. ઝવેરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  અઘ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે સાબરમતી ઓડીટોરીયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગ૨ ખાતેથી બ્રિફિંગ મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટીંગનું જિલ્લા કક્ષાએ જીવંત પ્રસારણ કરાયું હતું.

આ  પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનીને દેશમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. આ મજબૂત પાયામાં એક પાયો શિક્ષણનો છે. આપણે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે મોટું યોગદાન આપી શકીશું. શિક્ષણમાં આપણે ડ્રોપ આઉટ રેશિયોમાં ખૂબ મોટો ઘટાડો લાવી શક્યા છીએ અને હજુ આમાં સુધારો લાવી શકીએ છીએ. શિક્ષણ માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી પહોંચાડવાનો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની છે. 

આ વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓને સુઆયોજિત રૂટનું આયોજન કરવા અને આ કાર્યક્રમમાં એક પણ શાળા બાકાત ન રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી જિલ્લાની તમામ સરકારી બાલવાટિકાઓ, પ્રાથમિક,માધ્ય. અને ઉ.માઘ્ય શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શિયલ શાળાઓમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે. આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.




Latest News