ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા પકડાઇ


SHARE













મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા પકડાઇ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઢાર વિસ્તારમાં લીમડા નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી ચાર મહિલાઓ જુગાર રમતા મળી આવી હતી જેથી કરીને પોલીસે 2950 ની રોકડ સાથે જુગાર રમતી મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઢાર વિસ્તારમાં ભાવનાબેનના મકાનની પાછળના ભાગમાં લીમડા નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવનાબેન પ્રવીણભાઈ સીતાપરા (30), શિલ્પાબેન નવઘણભાઈ સીતાપરા (27), રીટાબેન સંજયભાઈ સીતાપરા (26) અને અંકિતાબેન અશોકભાઈ ઉપાસીયા (39) રહે. બધા જાંબુડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગાર રમી રહેલ મહિલાઓ પાસેથી 2950 ની રોકડ કબજે કરી હતી અને તેની ઘરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વરલી જુગાર

મોરબીમાં જોન્સનગર શેરી નં-8 પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે 270 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી સબીરભાઈ ગુલામ હુસેન ભટ્ટી જાતે મીયાણા (25) રહે. જોન્સનગર શેરી નં-8 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે






Latest News