મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે મોટી બહેનના આઘાતમાં નાની બહેને અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીના શનાળા ગામે મોટી બહેનના આઘાતમાં નાની બહેને અંતિમ પગલું ભર્યું

મોરબીના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલા તેની મોટી બહેનનું બીમારી સબબ મોત નીપજયું હતું તેના આઘાતમાં ગુમસુમ રહેતી હતી અને તેને ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મહિલાના મૃતદેહને તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના શક્ત સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં નાનુભાઈ છગનભાઈ અઘારાના મકાનમાં ભાડે રહેતા વિજયભાઈ ઉધમસિંહ અઘારીયા જાતે દેવીપુજક (25) ના પત્ની પુનમબેન વિજયભાઈ અઘારીયા જાતે દેવીપુજક (25) એ પોતાના ઘરની અંદર નળિયાની આડીમાં સાડી બાંધીને સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને 108 મારફતે તાત્કાલીક તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતક મહિલાના પતિ વિજયભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાની મોટી બહેન કાજલબહેનનું ત્રણેક મહિના પહેલા બીમારી સબબ અવસાન થયું હતું ત્યારબાદ મૃતક મહિલાને તેના મોટા બહેન સપનામાં આવતા હતા અને તેની સાથે વાતો કરતા હોય તે ગુમસૂમ રહેતી હતી અને મોટી બહેનના આઘાતમાં તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે બીયર

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે સ્મશાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 250 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજો કર્યો હતો અને પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો ગોરધનભાઈ કેરવાડિયા જાતે કોળી (26) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News