ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ યુનિટમાં પ્રોપેન ગેસ લીકેજની ઘટના; તંત્રની સમયસૂચકતાથી કોઈ નુકસાન નહીં


SHARE













મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ યુનિટમાં પ્રોપેન ગેસ લીકેજની ઘટના; તંત્રની સમયસૂચકતાથી કોઈ નુકસાન નહીં

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરી કલર ગ્રેનીટો પ્રા.લી. માં પ્રોપેન ગેસ લીકેજની જાણ કારખાનાના માલિકશ્રી નિશાંતુ પટેલ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબીને કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હરકતમાં આવ્યું હતું. ગણતરીના સમયમાં અગ્નિશામક મોરબી, મામલતદાર ઓફિસ વાંકાનેર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, આરટીઓ ઓફિસ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જીપીસીબી ઓફિસ, ગુજરાત ગેસ ઓફિસ તથા હેલ્થ ડિપાર્ટમેન્ટ સહિતના વહીવટ તંત્રના વિભાગોની ટીમ કામગીરીમાં લાગી ગઈ હતી. પીએચસી ઢુંવા અને 108 દ્વારા તુરંત બનાવનાર સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.  ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત ગેસ દ્વારા ગેસ લીકેજના સ્ત્રોત સ્ત્રાવ ક્ષેત્રમાં એલપીજી ગેસ મોનિટરિંગ કરતા જ્યારે વાતાવરણમાં એલપીજી સદંતર પણે નાબૂદ થયું ત્યારે ઓલ ક્લિયર અંગેનું સિગ્નલ આપ્યું હતું.

આ બનાવના સમયે દરમિયાન કારખાનામાં આવેલ ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિ બેભાન થઈ જતા તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમયસર સારવાર મળવાથી કોઈપણ પ્રકારની મોટી જાનહાની  ટળી હતી. જ્યારે ગેસ લીકેજ ને તરત જ કંટ્રોલમાં લઈ લેતા વાતાવરણને પણ નુકસાન નહોતું થયું ત્યારબાદ જિલ્લા ઓથોરિટી દ્વારા ઓલ ક્લિયર થયા બાદ આ બનાવને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.






Latest News