ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

ટંકારામાં દેધનાધન સાડા ચાર, વાંકાનેરમાં દોઢ, હળવદમાં એક ઇંચ વરસાદ: વીજળી પડતાં એક યુવાન-એક ભેંસનું મોત


SHARE













ટંકારામાં દેધનાધન સાડા ચાર, વાંકાનેરમાં દોઢ, હળવદમાં એક ઇંચ વરસાદ: વીજળી પડતાં એક યુવાન-એક ભેંસનું મોત

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ગઇકાલે બપોર પછીથી વરસાદ શરૂ થયો હતો અને ટંકારા તાલુકામાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ હતો તેવી જ રીતે વાંકાનેરમાં દોઢ અને હળવદમાં એક ઇંચ વરસાદ પડલે છે. જેથી કરીને વાવણી લાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જુદાજુદા બે વિસ્તારમાં વીજળી પાડવાની ઘટના બની હતી જેમાં એક યુવાન અને એક ભેંસનું મોત નીપજયું હતું

મોરબી જીલ્લામાં ગઇકાલે સવારથી જ વરસાદી માહોલ જેવુ વાતાવરણ હતું અને બફારો પણ વધી રહ્યો હતો તેવામાં ગઇકાલે બપોરે ચારેક વાગ્યા પછી જિલ્લાના જુદાજુદા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો જેનો જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળી રહેલ માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સાડા ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયેલ છે અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરેલ હોવાથી ટંકારા તાલુકાનાં ખેડૂતોમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

જો કે, વાંકાનેર તાલુકામાં દોઢ અને હળવદ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ છે. આવી જ રીતે માળીયા તાલુકામાં અડધો ઇંચ અને મોરબી તાલુકામાં નહિવત છાંટ જ પડ્યા છે. ટંકારા તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવતા પહેલા જ વરસદમાં નદી નાલામાં નવા નીરની આવક શરૂ થઈ ગયેલ છે અને ખેતરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જો કે, મોરબી શહેર અન તાલુકામાં વરસાદનું આગમન થાય તેવું એંધાણ થયું હતું પરંતુ નહિવત વરસાદ થયો હોવાથી હાલમાં બફારો અને ગરમી વધી ગયેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં વીજળી પણ પડી હતી જેમાં હળવદ તાલુકાનાં જોગડ ગામ પાસે આવેલ શક્તિપરા નજીક વાડી વિસ્તારમાં વીજળી પડી હતી જેથી કરીને અનિલભાઈ અર્જુનસિંહ નાઇક (22) નામના યુવાનનું મોત નીપજયું હતું અને સ્થાનિક લોકો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનના એક સપ્તાહ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા અને દંપતી રોજગાર માટે હળવદ તાલુકાનાં જોગડ ગામે આવ્યું હતું અને આકાશી વીજળી પડતાં યુવાનનું મોત નીપજયું છે.તો હળવદ તાલુકાનાં ચીત્રોડી ગામે આકાશી વીજળી પાડવાના લીધે એક ભેંસનું મોત નીપજયું હતું.  






Latest News