મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં જીરૂ વેચીને નીકળેલા શ્રમિકના ખિસ્સામાંથી રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના ત્રણ વ્યક્તિએ રોકડા 50 હજાર ચોરી લીધા


SHARE









મોરબી યાર્ડમાં જીરૂ વેચીને નીકળેલા શ્રમિકના ખિસ્સામાંથી રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના ત્રણ વ્યક્તિએ રોકડા 50 હજાર ચોરી લીધા

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા એમપીના શ્રમિક માર્કેટયાર્ડમાં જીરું વેચવા માટે આવ્યા હતા અને જીઆઇડીસીના નાકા પાસેથી તે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં તેની સાથે મુસાફરની જેમ બેઠેલ બે પુરુષ અને એક સ્ત્રીએ ઉલટીનું બહાનું કરીને ફરીયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી 50 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી લીધેલ છે જેથી હાલમાં બનેલા આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા ચાલક અને તેમાં બેઠેલ મહિલા સહિતના અન્ય ત્રણ વ્યક્તિઓ આમ કુલ મળીને ચાર વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ જેઠાભાઈ કાનગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગણપતભાઈ હજારિયાભાઈ કોળી જાતે આદિવાસી (50)એ હાલમાં સીએનજી રીક્ષાના ચાલક તથા તે રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના અન્ય બે વ્યક્તિઓ આમ કુલ મળીને ચાર વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડથી જીરું વેંચાણ કરીને તેના રોકડા રૂપિયા લઈને તેઓ જીઆઇડીસીના નાકા સુધી જવા માટે સીએનજી રીક્ષામાં બેઠા હતા દરમિયાન સીએનજી રીક્ષામાં અગાઉથી બેઠેલ બે પુરુષ અને એક મહિલાએ ઉલટીનું નાટક કરીને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેટના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 50 હજારની ચોરી કરી લીધી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાચાલક અને તેમાં બેઠેલ મહિલા સહિત અન્ય બે વ્યક્તિ આમ કુલ ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે.

બાળક સારવારમાં

મોરબીના નવા સાદુળકા ગામે રહેતા રાઠોડ પિયુષભાઈનો ચાર વર્ષનો દીકરો વીર વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક નજીક સાયકલમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના શનાળા બાયપાસ રોડે પાવરાની વાડી ખાતે રહેતા દિનેશભાઈ પાંચાભાઇ ડાભી (36) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે અકસ્માતના બનાવમાં તેને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.






Latest News