ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી, તેના ભાઈ અને દીકરા ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં છ પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ


SHARE













મોરબીમાં વેપારી, તેના ભાઈ અને દીકરા ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં છ પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ

મોરબીમાં દુકાન પાસે ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલ હતી જે હટાવી લેવા માટે બોલાચાલી કરીને વેપારી તેના દીકરા અને ભાઈને છરી, પાઇપ અને ધારિયા વડે માર માર્યો હતો જેથી વેપારીને માથામાં છ ટાંકા અને તેના દીકરાને માથામાં 10 ટાંકા આવ્યા હતા આ બનાવમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છ પૈકીનાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના નાગર પ્લોટમાં આવેલ શ્રીરામ પેલેસમાં રહેતા પંકજભાઈ મેઘજીભાઈ પલાણ જાતે લોહાણા (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુલામભાઈ હાજીજુસબભાઈ ખોલેરા રહે. ફૂલ ગલી ખાટકીવાસ મોરબી, ફેજાન ગફારભાઈ ખોલેરા અને તેનો ભાઈ ઈદરીશભાઈ ગફારભાઈ ખોલેરા રહે. બંને કુબેરનાથ મેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, કૃણાલ રમેશભાઈ કૈલા રહે. મોચી શેરી ગ્રીન ચોક પાસે મોરબી, ઇમરાન ગુલામભાઈ ખોલેરા રહે. ફૂલ ગલી ખાટકીવાસ પાસે મોરબી અને નાઝીર ઈસુભાઈ દેવલિયા રહે. લુહાર શેરી મેમણ કોલોની પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓની મોરબીમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં બુઢાબાવાની લાઈનમાં જય એન્ટરપ્રાઇઝ નામની તેઓની દુકાન આવેલ છે

ત્યાં ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલ હતી. જે હટાવી લેવા બાબતે આરોપીઓએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો. ત્યારે છરી, પાઇપ અને ધારિયા સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અને ફરિયાદી તેના દીકરા વૈભવ અને ભાઈ મહેન્દ્રભાઇને આડેધડ માર માર્યો હતો જેથી ફરિયાદીને માથામાં છ ટાંકા અને તેના દીકરા વૈભવને માથામાં 10 ટાંકા આવ્યા છે આ બનાવમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરકર તથા સ્ટાફ દ્વારા આરોપી ઇમરાન ગુલામ ખોલેરા જાતે મેમણ (26) રહે.ફૂલગલી, ફૈઝાન ગફાર ખોલેરા જાતે મેમણ (20) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક, નઝીર હુસેન દાવલિયા (30) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક, કૃણાલ રમેશ પટેલ (19) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક અને ઇદ્રીશ ગફાર ખોલેરા જાતે મેમણ (20) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરી છે અને એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા તજવીજ ચાલી રહી છે.






Latest News