મોરબીમાં વેપારી, તેના ભાઈ અને દીકરા ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં છ પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ
મોરબી નજીક કારખાનામાં રહેતી સગર્ભા મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં
SHARE







મોરબી નજીક કારખાનામાં રહેતી સગર્ભા મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા નજીક આવેલ કારખાનામાં રહેતા યુવાનની સગર્ભા પત્નીએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા નજીક આવેલ સેનેટરી કંપનીમાં રહેતા અને કામ કરતા જીતેન્દ્રભાઈ શેટીના પત્ની સુચિતાબેન જીતેન્દ્રભાઈ શેટી (20) નામની મહિલાએ રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો 15 મહિનાનો છે. અને તેને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. જેથી સગર્ભા મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું. તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
ત્રાજપર પાસે અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રાત્રિના બારેક વાગ્યે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી એકટીવા અન્ય બાઈક સાથે અથડાયુ હતુુ.આ અકસ્માત બનાવમાં ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં એકટીવામાં ડબલ સવારીમાં જઇ રહેલા હિતેશ દેવશીભાઈ ડાભી (24) રહે.ઉમિયાનગર સોઓરડી પાછળ તેમજ ચંદ્રેશ રાઠોડ (32) રહે.ઉમિયાનગર સોસાયટી સોઓરડી પાછળ વાળાઓને ઇજાઓ પહોંચી હતી.જેથી બંનેને મોરબીના શનાળા રોડ ખાતે આવેલ નક્ષત્ર હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે સામેના બાઈકમાં રહેલ હિતેશ ધીરૂભાઈ પાટડીયા (20) રહે.સામાકાંઠે મોરબી-2 વાળાને પણ ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ અત્રેની સરકારી હોસ્પિટલએ અને ત્યાંથી તેને જમણા પગના ઘૂંટણના ભાગે ગંભીર ઇજા થયેલી હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે જણાવેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
