ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા


SHARE













મોરબી શહેર અને તાલુકામાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા

મોરબીના લીલાપર રોડ પર આવેલ સરકારી આવાસ યોજના પાસે તેમજ ભડીયાદ ગામની સીમમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાન પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 320 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી કરણભાઈ દીપકભાઈ સોલંકી (27) અને કાળુભાઈ નાથાભાઈ દેલવાણીયા (32) રહે. બંને સરકારી આવાસ યોજનાના મકાનમાં લીલાપર રોડ ઉપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં રામાપીરનો ઢોરો તરીકે ઓળખાતા વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં તિનપતિનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 880 ની રોકડ કબજે કરી હતી અને આરોપી અહેમદહુસેનભાઈ ઈબ્રાહીમભાઇ ભટ્ટી (38) રહે. કેશવાનંદ બાપુના આશ્રમની સામે વીસીપરા મોરબી તથા દિનેશભાઈ ઉર્ફે ટીનો કરમશીભાઈ વાઘેલા (52) રહે. વીસીપરા મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી કરી છે

એક બોટલ દારૂ

મોરબીની પંચાસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ડબલ સવારી એકટીવાને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ તથા 50 હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 50,300 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી કાસીમભાઈ મુબારકભાઈ ચાનિયા (19) રહે, કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સાથે રહેલ અબ્દુલ્લા ઉર્ફે અબુડી આરબ રહે. કાલીકા પ્લોટ મોરબી વાળો પોલીસને જોઈને નાસી જતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News