મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના વાલી વરસને શોધવા કવાયત
SHARE






વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના વાલી વરસને શોધવા કવાયત
વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વરસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા અપીલ કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને વાંકાનેર સિવિલે લઈને આવ્યા હતા. અને વાકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના વાલી વારસને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે. જો કે, હજુ સુધી તેના વાલી વરસ મળી આવેલ નથી જેથી મૃત્યુ પામેલ યુવાન આશરે 30 થી 35 વર્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે અને તેના જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU અને હિન્દીમાં "નેનુસિંહ" તથા "ત્રિશુલ" આકારની ડિઝાઇન અને જમણા હાથના પોચા પર 'ઓમ' ત્રાજવાથી ત્રૉફાયેલ છે તેમજ કાળા કલરના ટીશર્ટ, બ્લુ કલરનું નાઈટ ડ્રેસ પેન્ટ પેરેલ છે આ મૃતકના વાલી વારસદારની શોધખોળ વાંકાનેર તાલુકા પોલીસ હાથ ધરી છે અને વધુ તપાસ એએસઆઇ જે.કે.અઘારા ચલાવી રહ્યા છે.

